|| જય માઁ બ્રહ્માણી ||

શ્રી બ્રહ્માણી માતા મંદિર

કામલી  •  સિદ્ધપુર  •  મહેસાણા  •  ગુજરાત

હંસાયુક્તવિમાનસ્થે બ્રહ્માણીરૂપંધારિણી |
કૌશાંભ: ક્ષરીકે દેવી નારાયણી નમોસ્તુતે ||
હંસયુક્તવિમાનાગ્રે સાક્ષસૂત્રકમંડલુ:|
આયાતા બ્રહ્મણ: શક્તિબ્રહ્માણી સાભિધીયતે ||
ૐ એમ હ્રીં ક્લીં, ચામુંડા યૈ વિચૈ: |
બ્રહ્માણી મહા-શક્તિ, પ્રશનં:ભવ સદા ||
Shri Brahmani Mata Mandir, Kamali Night view
✦   જય બ્રહ્માણી માતાજી   ✦
|| પ્રવેશ ||

સ્વાગત

શ્રી બ્રહ્માણી માતાજી મંદિર– કામલી તમારું હાર્દિક સ્વાગત કરે છે, ગુજરાત માં આવેલ અનેક પ્રસ્સિધ મંદિરો માં " બ્રાહ્મણી માતા નું મંદિર ” પણ અગ્ર સ્થાન ધરાવે છે. કામલી ગામ થી માત્ર ૧ કીલોમીટર ના અંતરે સુપ્રસ્સિધ આ બ્રહ્માણી માતાનું મંદિર ભક્તો ની આસ્થા નું કેન્દ્ર છે.

ગુજરાત શિવાય ના અન્ય રાજ્યો માં પણ આ મંદિર ની પ્રસિદ્ધિ ફેલાયેલી છે. આજથી સવા ચૌદશો વર્ષ પેહલા પત્થર રૂપે પ્રગટ થયેલા માં બ્રહ્માણી, અનેક જ્ઞાતિ ના કૂળ દેવી તરીકે પૂજાય છે. હાલ ના જીર્ણોદ્ધાર થી આ મંદિર ને ભવ્ય સ્વરૂપ મળ્યું છે. વિશાળ પરિસર ધરાવતું આ મંદિર આધુનિક બાંધણી નું છે.

મંદિર માં જમવા તથા રહેવાની સગવડ ઉપલબ્ધ છે. તદઉપરાંત પૂનમ તથા માતાજી ના તહેવારો એ મીષ્ઠાન સાથે ભોજન ની વ્યવસ્થા, બાળકો માટે રમકડા અને બગીચો સાથે વિશાળ પરિસર રમત નું મેદાન અને પાર્કિંગ વ્યસ્થા ઉપલબ્ધ છે, કામલી ગામ ગુજરાત રાજ્ય ના મહેસાન જિલ્લામાં સિદ્ધપુર તાલુકામાં એક ગામ છે. તે જિલ્લા મુખ્ય મથક મહેસાણાથી ઉત્તર તરફ 32 કિ.મી. ના અંતરે આવેલ છે.

૧૪૦૦+ વર્ષ નો ઇતિહાસ
૧ કી. મી કામલી ગામ થી અંતર
૩૨ કી. મી મહેસાણા થી ઉતર માં
આખા ભારત થી ભક્તો
✦   ✦   ✦
માઁ બ્રહ્માણી — સૃષ્ટિ ની આદ્ય-શક્તિ, બ્રહ્માજી ની ચૈતન્ય-ઉર્જા,
જંદાગ્નિ ઋષિ ની ભૂમિ ની અધિષ્ઠાત્રી — કામલી ગામ ની પૂજ્ય દેવી.
૧૪૦૦+ વર્ષ ની ભક્તો ની આસ્થા, સ્વયંભૂ પ્રગટ —
ધરતી ના ગર્ભ માંથી પ્રગટ થઈ, ભક્ત-જનોની ઈચ્છા પૂર્ણ કરતી.
✦   ભક્ત ઈચ્છા પૂરતી   ✦
હેડઅંબા વન ની ઋષિ ભૂમિ ઉપર— માઁ ની કૃપા સદા સર્વત્ર.
|| પ્રાગટ્ય ગ્રંથ ||

ઇતિહાસ

બ્રહ્માજી એ શ્રુષ્ટિ ના સર્જન ની ઈચ્છા થી તપ કરતાં તેમના દેહ ના બે ભાગ થઈ ગયા — પુરુષ ભાગ અને નારી ભાગ. આ નારી ભાગ “સતરૂપા, સાવિત્રી, સરસ્વતી, ગાયત્રી અને બ્રહ્માણી ” નામે પ્રસિદ્ધ છે. આ છે બ્રહ્માણી માનો પ્રાગટ્ય ઇતિહાસ.

|| પૌરાણિક કાળ ||

બ્રહ્માણી — આધ્ય ઉત્પતિ

બ્રહ્માજી એ શ્રુષ્ટિ ના સર્જન ની ઈચ્છા થી તપ કરતાં તેમના દેહ ના બે ભાગ થઈ ગયા — પુરુષ ભાગ અને નારી ભાગ. આ નારી ભાગ “સતરૂપા, સાવિત્રી, સરસ્વતી, ગાયત્રી અને બ્રહ્માણી ” નામે પ્રસિદ્ધ છે.આ છે બ્રહ્માણી માં ની આદ્ય ઉત્પતિ.

|| ઋષિ કાળ ||

જંદાગ્નિ ઋષિ ની તપોભૂમિ

સરસ્વતી નદી ના પાંચ-કોશી વિસ્તાર માં ઋષિઓ ના આશ્રમો હતા. સિદ્ધપુર કપિલમુની ની કર્મ ભૂમિ હતી. આજ ના કામલી ગામ ની ભૂમિ તે "હેદમ્બા વન" તરીકે જાણીતી હતી અને જંદાગ્નિ ઋષિ ની તપોભૂમિ હતી.

|| વિક્રમ સંવત ૮૦૦ ||

કામલી ગામ ની સ્થાપના

વૈવંચા બારોટ ના ચોપડા અનુશાર વિક્રમ સંવત ૮૦૦ ની આસપાસ ફોક અટક ના પાટીદારો કાયાવતી (કાળ ક્રમે કામલી ) નામે ગામ ના સ્થાઈ થયા. આ દરમિયાન ગામ કેટલી વાર ઉજડ્યું અને ફરી વસ્યું. અંગ્રેજ ના સમય માં ગામ નું નામ કામલી થયું.

|| ચમત્કાર ઘટના ||

ગાય નું દૂધ જરતું

આ ગામ ફોક પટેલ હરીસંગ ભા ની ગાયો ગોવાળો ના ધણ ભેગી ચરવા જતી. ગાય કોઈ એક ટેકરી પરના વરખાડા ના જુંડ નીચે ઉભી રેહતી અને તેનું દૂધ જરી જતું. હરીસંગ ભા એ ગોવાળ ને કહ્યું કે ભાઈ ગાય કોઈ દોહી લે છે. ત્યારે રબારી એ કહ્યું કે ભા એવું બને નહીં, હું તપાસ કરી ને તમને જણાવીશ. રબારી એ તપાસ કરી તો ટેકરી પર ના વરખડા ના જુંડ નીચે ગાય ઉભી રહી હતી અને ત્યાં તેનું દૂધ જરી જતું હતું. રબારી એ આ વાત ની જાણ પટેલ ને કરી।. ત્યારે બીજા દિવસે હરિસંગ પટેલ ગોવાળ સાથે ગૌચર માં ગયા. ત્યાં આ દ્રશ્ય જોઇ સત્ય સમજાયું. પછી હરિસંગ પટેલ એ ગામ લોકો ને બોલાવી આ વાત કરી. ત્યારે બધા ભેગા થઇ ગાય નું દૂધ જ્યાં જરી જતું હતું ત્યાં ગયા અને ત્યાં ખોદવાનું શરુ કર્યું. ખોદતા ખોદતા ધરતી માં થી લોહી ની ધારા ઉડી એટલે લોકોએ કોઈ ચમત્કાર છે તેમ માની ખોદવાનું બંધ કરી સૌ ના ઘરે ગયા.

|| સ્વપ્ન દર્શન ||

માતાજી નો સ્વપ્ન આદેશ

એજ રાત્રે હરિસંગ ભા ને માતાજી સ્વપ્ના માં આવ્યા અને કહ્યું "બેટા ! હું જંદાગ્નિ ઋષિ ની પત્ની રેણુકા છુ. હું બ્રહ્માણી સ્વરૂપે પ્રગટ થાઉં છુ. તારા હાથે મારું પ્રગટ્યા છે. તો તું મને બાહર કાઢી સ્થાપના કર અને મંદિર બનાવી મારી પૂજા અર્ચના કર. બીજા દિવસે હરિસંગ ભા એ ગામ ના લોકો ને બોલાવી માતાજી ના આવેલા સ્વપના ની જાણ કરી પછી ગામ ના લોકો ભેગા મળીને તે જગ્યા એ જઈને માતાજી નિ પીઠ બહાર કાઢી।

|| સંવત ૯૦૦ થી ૧૨૦૦ ||

ઈંટ માટી નું મંદિર

આ જગ્યા ગામ થી દૂર જંગલ વિસ્તાર માં હોવાથી માતાજી ને પીઠ ગામ માં લાવવા માટે 128 બળદો થી વરત બાંધી પ્રયત્નો કર્યા પણ અધ વચ્ચે હાલનો ચોસઠ માતાજી ના મંદિર એ આવતા વચ્ચે એક ગાય આવતા સહુ બોલી ઉઠ્યા “હા… માં… હા” આ શબ્દ બોલતા ની સાથેજ વરત તૂટી ગયા આથી ગામ ના લોકો સમજી ગયા કે માતાજી ગામ માં આવવા માંગતા નથી। આથી મૂળ જગ્યા એ ઈંટ માટી નું નાનું મંદિર બનાવી માતાજી ની પ્રતિસ્થા કરી। આ મંદિર સંવત ૯૦૦ થી ૧૨૦૦ ના સમય ગાળા માં બન્યું હશે.

|| સોલંકી યુગ ||

ભવ્ય પાસણ મંદિર

સોલંકી યુગ ના રાજા એ ઈંટ માટી ના મંદિર ની જગ્યા એ ફરી થી ભવ્ય પત્થર નું મંદિર બનાવ્યું. આ મંદિર સદીઓ સુધી આસ્થા નું કેન્દ્ર રહ્યું.

|| ૧૮ ઓકટોબર ૨૦૦૮ ||

આધુનિક ભવ્ય મંદિર — પુનઃ પ્રતિષ્ઠા

સંવત ૨૦૬૪, આસો વદ ૪ (૧૮-૧૦-૨૦૦૮ ) — ગ્રામજનો એ માતાજી ની પુનઃપ્રતિષ્ઠા કરી અને આજ ના ભવ્ય આધુનિક મંદિર નું નિર્માણ કર્યું. આજે ભારત ના અનેક રાજ્યો માંથી ભક્તો દર્શન કરવા આવે છે.

|| ભક્ત સેવા ||

ઉપયોગી માહિતી

🗺

કેવી રીતે પહોંચશો?

  • અમદાવાદ → ઊંઝા : ૯૫ કી. મી (બસ / ટ્રેન)
  • ઊંઝા → કામલી : રિક્ષા / બસ / જીપ — ઊંઝા સ્ટેન્ડ પરથી મળસે
  • કામલી ગામ રોડ અને રેલ્વે બંને થી જોડાયેલું છે.
  • મહેસાણા : ૩૨ કી. મી ઉતર
🥮

તહેવારો

  • ગામ ઉજાણી — ભાદરવા સુદ - ૮
  • નવરાત્રી ઉત્સવ — આસો સુદ ૧ થી ૮ (ગરબા + યજ્ઞ + અષ્ટમી પૂર્ણાહુતિ)
  • શુકન ઉત્સવ — ચૈત્ર સુદ ૭ (રાત્રિ મેળો)
  • પાટોત્સવ — આસો વદ ૪ (શોભા યાત્રા + યજ્ઞ)
📍

સંપર્ક સ્થાન

ટ્રસ્ટ શ્રી બ્રહ્માણી માતાજી સંસ્થાન ટ્રસ્ટ
સરનામું મુ. કામલી, તા; ઊંઝા
જી: મહેસાણા , ગુજરાત
ફોન (02767) 279354
મોબાઈલ 97249 45311
99795 28213